મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2014

HTAT - અમદાવાદજિલ્લાની ભરતી અંગે ..

અમદાવાદ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં તા.18/02/2014 ના રોજ  બઢતીથી મુખ્ય શિક્ષક માટે સ્થળ પસંદગીના કેમ્પનું આયોજન થઈ ગયું. જેથી સીધી ભરતીના ઉમેદવારોને નજીકની પસંદગીની શાળાઓ મળવાની શક્યતા ઓછી રહેશે.ખરેખર તો 1:1 થી ભરતી થવી જોઈએ.
અમદાવાદ જીલ્લાની 51 પ્રાથમિક શાળાઓએ બઢતીથી અથવા સીધી ભરતીથી મુખ્ય શિક્ષકની ભરતી નહી  કરવા  હાઇકોર્ટમાં પિટિશન કરેલ છે. જેથી  એ શાળાઓમાં હાલ પૂરતી ભરતી થશે નહી. આને લીધે ઉમેદવારોને પસંદગીની તકો ઓછી રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો