ચુંબકત્વ (સ્લાઈડ શો)
એસિડ અને બેઇઝ (સ્લાઈડ શો)
પ્રકાશનું પરાવર્તન (સ્લાઈડ શો)
સૌરમંડળ અને ચંદ્રની આરપાર (સ્લાઈડ શો)
રૂધિરના ઘટકો અને તેનું કાર્ય (સ્લાઈડ શો)
ન્યુટનના નિયમો (સ્લાઈડ શો)
ધાતુ અને અધાતુ (સ્લાઈડ શો)
પ્રકાશ અને ધ્વનિ (સ્લાઈડ શો)
જંગલ અને કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
નેનો ટેકનોલોજી – બી.કે.બગડા
વિજ્ઞાનને લગતા પ્રશ્નો – બી.કે.બગડા
ચાલો બ્રહ્માંડ અને ગ્રહોને ઓળખીએ
વિજ્ઞાનને લગતા સાધનો
વિજ્ઞાનના વિવિધ એકમો
વિજ્ઞાનના જુદા જુદા વિષયો
રંગ (સ્લાઈડ શો)
ઉત્ક્રાંતિ અને ડાર્વિન (સ્લાઈડ શો)
આપણું સૌર મંડળ (સ્લાઈડ શો)
ડીહાઈડ્રેશનના ચિહ્નો અને લક્ષણો (સ્લાઈડ શો)
મનુષ્યનું પાચનતંત્ર (સ્લાઈડ શો)
ઊર્જા (સ્લાઈડ શો)
આહારકડી (સ્લાઈડ શો)
ચાલો અરીસાને ઓળખીએ (સ્લાઈડ શો)
પદાર્થ – ઘન, પ્રવાહી, વાયુ (સ્લાઈડ શો)
કુદરતી પસંદગી (સ્લાઈડ શો)
કુદરતી સ્ત્રોત (સ્લાઈડ શો)
પાણીના ગુણધર્મો (સ્લાઈડ શો)
ચાલો જોઈએ મનુષ્યની શરીર રચના (સ્લાઈડ શો)
ચાલો માટી વિશે જાણીએ (સ્લાઈડ શો)
કોષ (સ્લાઈડ શો)
રહેઠાણ અને આહારકડી (સ્લાઈડ શો)
પદાર્થના ગુણધર્મો (સ્લાઈડ શો)
સમવિભાજન અને અર્ધીકરણ (સ્લાઈડ શો)
વનસ્પતિના અંગોનો અભ્યાસ (સ્લાઈડ શો)
પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત (સ્લાઈડ શો)
ઘન,પ્રવાહી,વાયુ (સ્લાઈડ શો)
વાઈરસ અને બેક્ટેરીયા (સ્લાઈડ શો)
શા કારણે સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે?
જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે નોંઘશો કે સૂર્ય હમેંશા એકજ દિશામાંથી
દરરોજ ઉગે છે. દિવસ જેમ જેમ ૫સાર થાય તેમ તેમ સૂર્ય આકાશમાં આગળ વઘે છે અને
સાંજના સમયે ૫શ્ચિમ દિશામાં લગભગ એકજ સ્થાને આથમે છે.
![]() |
દિવસ અને રાત્રી |
પૃથ્વી પર તમે ગમે ત્યાં હશો સૂર્ય હમેંશા પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી પોતાની કાલ્પનિક ઘરી ૫ર સતત ગોળ ગોળ ફરે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હશે ત્યાં દિવસ અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરૂદ્ઘ દિશામાં હશે ત્યાં રાત્રી હશે.
![]() |
પૃથ્વીની ફરવાની દિશા - ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવના સંદર્ભે. |
આપણા સૂર્યમંડળના કેન્દ્ર તરીકે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી પોતાની ઘરી પર સતત પૂર્વ દિશા તરફ ફરે છે. જેથી તમે પૃથ્વીનો કોઈપણ ભાગ પર હશો સૂર્ય હમેશાં પૂર્વ દિશામાં ઉગતો જણાશે. જેમ જેમ પૃથ્વી ફરતી જશે તેમ તેમ સૂર્ય આકાશમાં આગળ વઘતો જણાશે અને સાંજનાં સમયે ૫શ્ચિમમાં આથમતો જણાશે.
પૃથ્વી પોતાની ઘરી પર સંપૂર્ણ એક ભ્રમણ પૂરૂ કરશે ત્યારે એક દિવસ પૂર્ણ ગણાશે અને બીજા દિવસે ફરી સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો જણાશે.
ઝિપર(ચેન) કઈ રીતે કાર્ય કરે છે?
રોજબરોજના જીવનમાં ધણી સામાન્ય વસ્તુઓ એવી છે જે ખૂબ ઉ૫યોગી છે પરંતુ તેની આપણે ભાગ્યેજ નોંઘ લેતા હોઈએ છીએ. તેવીજ એક વસ્તુ છે ઝિપર.

ઝિપર નો ઉ૫યોગ બેગ્સ, પેન્ટસ, કોટ વગેરેને વ્યવસ્થિત રીતે બંઘ કરવા આપણે કરીએ છીએ. આ ઉ૫રાંત બટન, હુક વગેરેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઝિપર આ બઘાથી અલગ અને રહસ્યમય છે. તો ચલો જાણીએ કે ઝિપર કઈ રીતે કાર્ય કરે છે.
ઝિ૫રના મુખ્ય બે ભાગો છે
સ્લાઈડ – કે જેને ખેંચીને ઝિપર બંઘ કે ખોલવામાં આવે છે.
દાંતાઓ – સ્લાઈડની બન્ને બાજુએ સામ સામે હુકની હાર(લાઈન) આવેલ હોય છે.
તમે ઘ્યાનથી જોશો તો જ્યારે ઝિપરના સ્લાઈડને ઉ૫ર તરફ ખેંચવામાં આવશે ત્યારે સામ સામેના દાંતાઓ એક બીજા સાથે જોડાઈને ઝિપરને બંઘ કરશે અને જ્યારે ઝિપરને ખોલવા સ્લાઈડને નીચે ખેચવાંમાં આવશે ત્યારે દાંતાઓ ખૂલી જશે.
ઝિપરની આ સાદી અને કાર્યક્ષમ રચનાના કારણે આપણે ધણી વસ્તુઓને સરખી રીતે અને સરળતાથી બંઘ અને ખોલી શકીએ છીએ. ઝિપરના કારણે માનવ જીવનનો ધણો સમય બચે છે. વિચારો ઝિપર ન હોત તો બટન કે હુકના ઉપયોગથી કામ તો ચાલી જાત પરંતુ સમયનો ધણો બગાડ થાત.
સ્લાઈડ – કે જેને ખેંચીને ઝિપર બંઘ કે ખોલવામાં આવે છે.
દાંતાઓ – સ્લાઈડની બન્ને બાજુએ સામ સામે હુકની હાર(લાઈન) આવેલ હોય છે.
તમે ઘ્યાનથી જોશો તો જ્યારે ઝિપરના સ્લાઈડને ઉ૫ર તરફ ખેંચવામાં આવશે ત્યારે સામ સામેના દાંતાઓ એક બીજા સાથે જોડાઈને ઝિપરને બંઘ કરશે અને જ્યારે ઝિપરને ખોલવા સ્લાઈડને નીચે ખેચવાંમાં આવશે ત્યારે દાંતાઓ ખૂલી જશે.
ઝિપરની આ સાદી અને કાર્યક્ષમ રચનાના કારણે આપણે ધણી વસ્તુઓને સરખી રીતે અને સરળતાથી બંઘ અને ખોલી શકીએ છીએ. ઝિપરના કારણે માનવ જીવનનો ધણો સમય બચે છે. વિચારો ઝિપર ન હોત તો બટન કે હુકના ઉપયોગથી કામ તો ચાલી જાત પરંતુ સમયનો ધણો બગાડ થાત.
આકાશનો રંગ વાદળી શું કામ છે?
શું
આકાશનો રંગ ખરેખર વાદળી છે? ના ખરેખર આકાશનો રંગ વાદળી નથી. જેથી જ ઉષા
અને સંઘ્યા સમયે આકાશનો રંગ લાલાશ પડતો દેખાય છે. માનો કે ન માનો આકાશના
વાદળી રંગનું કારણ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે.

શું
તમને ખબર છે કે સૂર્યમાંથી આવતો પ્રકાશ વિવિઘ તરંગ લંબાઈ ઘરાવતો હોય છે.
વિવિઘ તરંગ લંબાઈનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં દાખલ થાય છે ત્યારે આપણી આંખ
તેને વિવિઘ રંગના સ્વરૂ૫માં જુએ છે.

જ્યારે સૂર્યના કિરણો પૃથ્વિ પર પડે છે ત્યારે સૂર્યનો પ્રકાશ વિવિઘ રંગો ઘરાવતો હોય છે. આ બઘા રંગોમાંથી જાંબલી (Violet), ધેરો વાદળી (Indigo) અને વાદળી (Blue)
રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે. આ ત્રણ રંગોમાંથી માનવ આંખ વાદળી રંગ સાથે
વઘુ પ્રતિક્રિયા કરે છે. કારણ કે માનવ આંખમાં લાલ, લીલા અને વાદળી રંગો
પ્રત્યે સંવેદના ઉત્પન્ન કરતાં બિંદુઓ આવેલા હોય છે. સૂર્ય પ્રકાશમાં
જાંબલી અને ધેરા વાદળી રંગની તરંગ લંબાઈ વાદળી કરતાં ૫ણ ઓછી હોય છે ૫રંતુ
સૂર્યમાંથી આવતા પ્રકાશમાં વિવિઘ રંગોનું પ્રમાણ સમાન હોતુ નથી. જાંબલી
રંગનું પ્રમાણ સૂર્ય પ્રકાશમાં પહેલાથીજ ઓછું હોય છે.
HIV / AIDS
HIV (હ્યુમન ઈમ્યુનો ડેફિસીએન્સી વાઈરસ) એ એક વાઈરસનું નામ છે જે
મનુષ્યોમાં AIDS (અક્વાયર્ડ ઈમ્યુનો ડેફિશન્સિ સિન્ડ્રોમ) નામનો રોગ ફેલાવે
છે.
HIV વાઈરસ મનુષ્યોની રોગ પ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને શરીરમાં રોગો
સામે લડતા કોષોનો નાશ કરે છે જ્યારે HIV વાઈરસનો ચેપ તેની મહત્તમ ક્ષમતા
પર હોય છે ત્યારે મનુષ્ય માંદો પડે છે જે રોગને AIDS કહે છે.
AIDS એ એક જીવલેણ રોગ છે અને જેનો હાલ સુઘી કોઈ સંપૂર્ણ ઈલાજ મળેલ નથી
પરંતુ હાલ ઘણી દવાઓ છે જે મનુષ્યને HIV/AIDS રોગનો સામનો કરવામાં અને લાંબુ
જીવન જીવવામાં મદદરૂપ થાય છે.
HIV વાઈરસનો ખૂબ મુશ્કેલથી એક
મનુષ્ય માંથી બીજા મનુષ્યમાં ચેપ લાગે છે. તે પરસેવા, આંસુ, કે થૂંકથી
ફેલાતો નથી. એક બીજાને ગળેમળવાથી, ચુંબન કરવાથી, હાથ મિલાવવાથી, વાતો
કરવાથી કે AIDS રોગવાળા વ્યક્તિ સાથે રહેવાથી આ રોગ ફેલાતો નથી. આ ઉપરાંત
છીંક દ્વારા, કફ દ્વારા કે મચ્છર કરડવાથી પણ AIDS ફેલાતો નથી.
HIV નો ચેપ લોહિ અને અન્ય શારીરિક પ્રવાહીઓ જેવા કે વીર્ય તથા યોનિ સ્ત્રાવ
દ્વારા ફેલાય છે. અસુરક્ષીત શારીરિક સંબંઘ HIV ને એક વ્યક્તિ માંથી બીજી
વ્યક્તમિાં ફેલાજી શકે છે. HIV વાયરસ ઘરાવતી વ્યક્તનિા શરીરમાં કોઈ ઘા થઈ
જાય અને તેમાંથી લોહી વહેતું હોય તો તેને ખુલ્લા હાથે કદી સાફ ન કરવું અને
ડૅાક્ટરનો તુરંત સંપર્ક કરવો. એક વ્યક્તિ દ્વારા વાપરાયેલ સોયનો કદી પુન:
ઉપયોગ ન કરવો અને AIDS ગ્રસ્ત વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાયેલ સોયનો ઉપયોગ
બાદ તરત નાશ કરવો.
યાદ રાખો જો તમે HIV/AIDS ગ્રસ્ત વ્યક્તનિે મળો ત્યારે ગભરાવાનું કોઈ કારણ
નથી તમે તેની સાથે કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ સાથે રમી શકો છો તેની સાથે
મિત્રતા કરી શકો છો. AIDS આપણા સમાજ માટે એક ભયંકર બિમારી છે તેનો સામનો સમજદારી પૂર્વક કરવો જોઈએ નહી કે ડરતા ડરતા.
શા કારણે થોડા ફળોમાં બીજ અને અન્ય ફળોમાં ઠળીયા હોય છે?
આપણે બધા જાણીએ છીએ કે ફળો અને શાકભાજીમાં રહેલા બીજ એ નાના છોડ જેવા છે જે
ઉગવાની રાહ જોઈને બેઠા છે પરંતુ તમે તે પણ નોંઘ્યું હશે કે થોડા ફળોમાં એક
કરતાં વધુ નાના બીજ હોય છે જ્યારે અન્ય ફળોમાં એકજ મોટું બીજ (ઠળીયો) હોય
છે.

બંને પ્રકારના બીજના પોત પોતાના ફાયદા હોય છે. બીજનો મુખ્ય હેતુ પોતાની
જાતને જમીનમાં રોપવી જેથી તેમાથી નવા છોડનો વિકાસ થાય. દરેક બીજને જમીનમાં
રોપાવા માટેની જરૂરીયાત અલગ અલગ હોય છે અને આ જરૂરીયાતો સંતોષવા દરેક
પ્રકારના ફળમાં અલગ અલગ પ્રકારના બીજ હોય છે. જેથી તે જમીનમાં સફળતા પૂર્વક
ઉગી શકે.
જંગલમાં ઉગેલા ફળોથી ઢંકાયેલા છોડ કે વૃક્ષ અને ખોરાક શોધતા જંગલી પ્રણીઓ
વિશે વિચારો. સૌ પ્રથમ છોડ કે વૃક્ષ પોતાના રસદાર અને મીઠા ફળોથી પ્રાણીઓને
આકર્ષે છે. દા.ત. લાલ જલદારુ. પ્રાણીઓ આ ફળનો માંસલ ભાગ ખાય જશે અને મોટો
ઠળીયો થૂંકી નાખશે જેથી ઠળીયો ગળામાં ફસાય ન જાય. બહાર થૂંકાયેલ ઠળીયો જમીન
પર પડે છે. જે તેના માટે ઉગી નીકળવાની આદર્શ સ્થિતિ છે.
બીજી રીતે વિચારતા, એક કરતાં વધુ નાના બીજ ધરાવતા ફળો જ્યારે પ્રાણીઓ ખાય
છે ત્યાર મોટા ભાગના બીજ તે માંસલ ફળ સાથે ખાય જાય છે. આનો મતલબ એ થયો કે
ફળોના બીજ થોડા સમય બાદ (તમે બરાબર વિચાયુઁ) તેના મળ સાથે શરીરની બહાર
ફેંકાઈ જમીન ૫ર જશે. પ્રાણીઓનું મળ આ બીજ માટે ઉત્તમ ખાતર તરીકે વર્તશે અને
બીજને ઉગવામાં મદદ કરશે.
આ ઉપરાંત બીજ નાના હોવાથી જંગલમાં પાણી અને હવાના માધ્યમથી દૂર દૂર સુધી
ફેલાય શકે છે અને પોતાની પ્રજાતિનો વિકાસ જંગલના દરેક ભાગમાં કરી શકે.
પુરૂષોના શરીરમાં નિપલ (સ્તનની ડીંટીઓ) શા કારણે હોય છે?
તમે ક્યારેય નોંધ્યું છે કે તરૂણ છોકરા અને છોકરીઓના શરીર દેખાવમાં લગભગ
સમાન હોય છે? તેઓના શરીરમાં ઘણી બાબતો સમાન હોય છે. દા.ત. બે હાથ, બે પગ,
એક માથું, બે નિપલ (સ્તનની ડીંટીઓ) વગેરે.

પરંતુ જ્યારે તરૂણો જુવાન થાય છે ત્યારે તેમના શરીર જુદી જુદી રીતે વિકાસ
પામવા લાગે છે. આ વિકાસ દરમ્યાન સ્ત્રીઓમાં છાતીના ભાગમાં નિપલની નીચે
સ્તનનો વિકાસ થાય છે. જ્યારે પુરૂષોમાં આવો કોઈ વિકાસ જોવા મળતો નથી.
દરેક સ્તનધારી જાતિના સ્ત્રી પ્રાણીમાં સ્તન ખૂબ મહત્વનું અંગ છે કારણ કે
જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને સ્તન દ્વારા પોષણ મળે છે
અને મળતું આ પોષણ એટલી શક્તિ ધરાવે છે કે માનવ બાળકને છ માસ સુધી બહારના
ખોરાકની કોઈ જરૂર રહેતી નથી. માનવ જાતિના વિકાસ દરમ્યાન બાળકોનો ઉછેર આ
રીતે જ થયો છે.
તો પ્રશ્ન એ છે કે પુરૂષોમાં નિંપલ શા માટે હોય છે? જ્યારે તેના શરીરમાં
સ્તનની રચના નથી કે નથી તે બાળકોને પોષવાના? તો આ પ્રશ્નનો જવાબ છે કે પુરૂષોને નિપલમાંથી છુટકારો મેળવવાનું કોઈ યોગ્ય કારણ નથી.
આપણે બધાને ખબર હશે કે સ્ત્રી અને પુરૂષના શરીર સમાન
અંડબીજ તથા શુક્રકોષ અને સમાન જનીનની જોડનો ઉપયોગ કરીને જ વિકાસ પામતા હોય
છે જે તેમને તેના માતા-પિતા તરફથી મળે છે અને બાળકના ગર્ભની રચના(વિકાસ)
દરમ્યાન સમાન પેશીઓ અને અંગો ધરાવતું હોય છે. ગર્ભવિકાસના મહત્વના તબ્બકે
બાળક સ્ત્રી અથવા પુરૂષ અંગોનો વિકાસ કરે છે.
ઉત્ક્રાંતિના કોઈ મહત્વના તબ્બકામાં દરેક જાતિ ઉપયોગી અંગોનો વિકાસ કરે છે
અને બિનઉપયોગી/નડતરરૂપ અંગોનો વિકાસ અટકાવે છે. આ પ્રક્રિયા થતા ઘણા
વર્ષોનો સમય લાગે છે. દા.ત. માણસ જાતમાં અંગૂઠાનો વિકાસએ ઉપયોગી છે જ્યારે
પુંછડી નડતરરૂપ હોવાથી તેનો વિકાસ અટકી ગયેલ છે. આજ રીતે
સ્ત્રીઓમાં પોતાના બાળકોના જીવનના શરૂઆતના તબ્બકામાં જીવતા રાખવા અને પોષવા
નિપલની નીચે સ્તનનો વિકાસ કર્યો પરંતુ પુરૂષોમાં નિપલની કોઈ ઉપયોગીતા નથી
સાથો સાથ તે કોઈ નુકશાનકર્તા કે નડતરરૂપ પણ નથી જેથી માનવ જાતની ઉત્ક્રાંતિ
દરમ્યાન પુરૂષો પાસે તેનાથી છુટકારો મેળવવાનું કોઈ યોગ્ય કારણ નથી.
ફળ અને શાકભાજી વચ્ચેનો તફાવત શું છે?
તમને કોઈ ફળ અને શાકભાજીના નામ જણાવવાનું કહે તો તમે ફટાફટ થોડા નામ કહી આપશો. પરંતુ શું તમને બન્ને વચ્ચેના તફાવતનો ખ્યાલ છે?

આપણા રોજબરોજના જીવનમાં ફળ અને શાકભાજીને અલગ અલગ ઓળખવા માટે તેના સ્વાદ
અને તે કઈ રીતે ખાવામાં આવે છે અથવા રાંધવામાં આવે છે તેના પર આધાર રાખે છે
સામાન્ય રીતે જે વનસ્પતિ પર ઉગે, સ્વાદે મીઠા હોય અને રાંઘ્યા વગર ખાય
શકાય તેને આપણે ફળ કહીએ છીએ. અને જે જમીનની અંદર અથવા જમીનની નજીક ઉગે,
ક્યારેક કાચા અથવા મોટા ભાગે રાંધીને ખવાય તેને શાકભાજી કહેવામાં આવે છે.
વિજ્ઞાનીકો ફળ અને શાકભાજીને ઓળખવાની સંપૂર્ણ અલગ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
વિજ્ઞાનની દ્રષ્ટિએ શાકભાજી એટલે વનસ્પતિનો કોઈ ભાગ જે ખાય શકાય. વનસ્પતિના
મુખ્ય ત્રણ ભાગો - મૂળ, પ્રકાંડ અને પર્ણ. દા.ત. મૂળ - કોબીજ, પ્રકાંડ -
બટેટા, શતાવરી અને પર્ણ - બીટ અને ગાજર.
જ્યારે ફળએ પણ વનસ્પતિનો જ ભાગ છે. ૫રંતું તે ફૂલનો પાકવાના કારણે
ફૂલમાંથી ઉત્પન્ન થયેલ હોય છે. એટલે કે ફૂલમાંથી ફળમાં રૂપાંતર થયેલ હોય
છે. દા.ત. કેરી
આપણે ઘણા ખાધ્ય પદાર્થોને શાકભાજી કહીએ છીએ પરંતું વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ તે ફળ હોય છે. દા.ત. ટમેટા.
આંગળીઓના છેડા પર નખ શા કારણે હોય છે?
તમે આંગળીઓના છેડા ૫ર પટ્ટી (Band-aid) બાંઘી સામાન્ય કામ કરવાના પ્રયત્નો
કર્યા છે? તમને જણાશે કે નખના ઉપયોગ વગર ઘણા સામાન્ય કાર્યો જેવા કે જમીન
પરથી સિક્કો કે પેન્સિલ ઉપાડવી કેટલી મુશ્કેલ છે?

તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે આપણે હાથ અને પગની આંગળીઓમાં નખ
શું કામ આપેલા હોય છે - નખની મદદથી આપણે આંગળીઓનો વઘુ સારી રીતે ઉપયોગ કરી
શકીએ છીએ. નખ આપણી આંગળીઓની ફક્ત કાર્યક્ષમતા જ વઘારતા નથી ૫રંતુ તે
આંગળીઓનું રક્ષણ પણ કરે છે.
તમારા એક હાથના નખથી બીજા હાથના નખને ઘીમેથી મારો. તમને કોઈ અનુભવ થશે નહી.
જ્યારે શરીરના અન્ય ભાગમાં આ રીતે કરતાં તરત શરીર પ્રતિક્રિયા કરશે અને
કદાચ તે અંગને બચાવવા તેને પાછળ પણ ખેચીં લેશે.
નખ અને વાળએ બન્ને સમાન પ્રોટીન(કેરેટીન) ના બનેલા હોય છે અને આપણા શરીરના આ બન્ને અંગ કોઈ પ્રકારની સંવેદના દર્શાવતા નથી.
તમે કદાચ નોંઘ કરી હશે કે હાથની આંગળીના નખ ખૂબ ઘીમે ઘીમે વઘે છે. તે ફક્ત
દરરોજના ૦.૧ મીમી જેટલાજ વઘે છે. જ્યારે પગના નખ તો તેનાથી પણ ઘીમે વઘે છે.
ડુંગળી કાપતા આંખમાં પાણી શા કારણે આવે છે?
તમારા માતા-પત્નિ-બહેન રસોઈ બનાવતા બનાવતા રોતા હોય તો ચિંતા કરતાં નહી કારણ કે ડુંગળી કાપતાં કાપતાં આંખ માંથી નીકળતા પાણી અને દુ:ખના કારણે આંખમાંથી નીકળતા આંસુ એ તદ્દન અલગ બાબત છે.

જ્યારે
ડુંગળી કાપીએ છીએ ત્યારે ડુંગળીમાં રહેલ કુદરતી રસાયણ વાતાવરણમાં મુક્ત
થાય છે અને જેના કારણે આપણી આંખ માંથી પાણી વહે છે. આ રસાયણ સલ્ફર છે.
સલ્ફર કુદરતી રીતે ધણી વસ્તુઓમાં હોય છે.
ડુંગળી કા૫તાં ડુંગળીમાંથી મુક્ત
થતુ સલ્ફર આજુબાજુના વાતાવરણમાં ભળે છે.જે આંખ અને નાક દ્વારા શરીરમાં
પ્રવેશે છે. આંખ અને નાક બન્ને સલ્ફરથી બચવા પ્રયત્ન કરે છે અને જેના
૫રીણામે આંખ અને નાકમાંથી પાણી નીકળે છે આ રીતે આંખ અને નાકમાં દાખલ થયેલ
સલ્ફર પાણીમાં ઓગળી શરીરની બહાર પાણી સાથે વહી જાય છે અને શરીર પોતાનું
રક્ષણ કરે છે કેવી અદ્દભૂત કુદરતી વ્યવસ્થા?
ડુંગળીથી થતી મુશ્કેલીનું પ્રમાણ અલગ અલગ લોકોમાં અલગ અલગ જોવા મળે છે. ઘણા લોકો પાસે આનાથી બચવાના ઉપાયો હોય છે. જે માંથી સૌથી
સામાન્ય ઉપાય ડુંગળી કાપતી વખતે ડુંગળીને પાણીમાં બોળી રાખો. અન્ય ઉપાય એ
છે કે ડુંગળી કાપતા પહેલા તેને ફ્રિઝરમાં ઠંડી કરી લો અને અન્ય ઉપાય તરીકે ડુંગળી કાપતી વખતે ગોગલ્સ પહેરી રાખવા.
થોડું રસાયણવિજ્ઞાન... જ્યારે ડુંગળી કાપવામાં આવે છે ત્યારે તેના કોષોમાં રહેલ રસાયણ એમીનો એસિડ સલ્ફોક્સાઈડ મુક્ત થાય છે. મુક્ત થતુ રસાયણ ડુંગળીમાં રહેલ એન્ઝાઈમ સાથે પ્રક્રિયા કરી સલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે. આ એસિડમાંથી એક ખાસ પ્રકારનો એસિડ ૧-પ્રોપેન સલ્ફોનિક એસિડની અન્ય એન્ઝાઈમ એલ.એફ.એસ. સાથે પ્રક્રિયા કરી પ્રોપેનાથીઆલ એસ-ઓક્સાઈડમાં રૂપાંતર પામે છે જે વાયુ સ્વરૂપમાં હોય છે જે હવામાં ભળી આંખ અને નાકમાં દાખલ થાય છે જ્યાં તે આંખ અને નાકમાં રહેલ પાણી સાથે પ્રક્રિયા સલ્ફયુરિક એસિડમાં રૂપાંતર પામે છે અને જે આંખ અને નાકમાં બળતરા ઉત્પન્ન કરે છે અને જેનાથી બચવા આપણી આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગે છે. આ પાણી સાથે સલ્ફ્યુરિક એસિડ પણ વહી જાય છે અને તમારી આંખ અને નાક સલ્ફ્યરિક એસિડથી બચી જાય છે.
થોર (cactus) કઈ રીતે પાણી વગર જીવી શકે છે?
સામાન્ય રીતે વનસ્પતિને જીવવા માટે પાણી ખૂબ જરૂરી છે પરંતુ થોર ને જીવવા પાણીની ખૂબ ઓછી માત્રા ની જરૂર પડે છે.

થોરએ રસદાર, જાડાં અને માવાવાળા પાંદડા ધરાવતી વનસ્પતિ છે, જે સૂકા અને ગરમ પ્રદેશ જેવાકે રણપ્રદેશમાં ઉગે છે . થોરને જીવવા માટે પણ થોડા પાણીની જરૂર પડે છે પરંતુ સામાન્ય વનસ્પતિ કરતા ખૂબ ખૂબ ઓછી હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો