સોમવાર, 25 નવેમ્બર, 2013

Std-10:ભારતના સાંસ્કૃતિક વરસાના સ્થળો..ppt..(Dr.Bimal Bhavsar):click here



વૈદિક ગણિત
 
ગણિત- એક એવો વિષય જે ઘણાને સાવ અઘરો લાગે અને ઘણાને સાવ સહેલો.
જો ગણિતમા અમુક મેથડ્સ(રીતો) ખબર પડી જાય તો ખરેખર તેના જેવો સહેલો કોઇ
વિષય નથી.પણ હા, જો રીતો જ આવડતી ના હોય તો ગણિતમા કાંઇ જ ખબર ના પડે.ગણિત વિષય ગોખીને નહિ પણ સમજીને પાસ થવાનો વિષય છે.
મિત્રોવૈદિક ગણિત વિશે આપને થોડો ગણો તો ખ્યાલ હશે જ.(આજ-કાલ આ વૈદિક
ગણિતના નામે કેટલાય ઇન્સ્ટીટ્યુટ ફાટી નિક્ળ્યા છે.)વૈદિક ગણિત એ એક એવુ
ગણિત છે જેની મદદથી આપ ગણિતના ભારે દાખલા અને કોયડાઓ ચપટી વગાડતા ગણી શકોછો.
તો ચાલો આ સાથે એક ગણિત નો જાદુ માણીએઃ
પ્રશ્નઃ
મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા
કરી આપ. તો શું આપ કરી શકવાના છો?
1.) 1+2+3+………..+50 = __________.
અહિ આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.અહિ છેલ્લી સંખ્યા 50 છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે
ગુણવી.એટલે કે 50*50=2500. હવે આવેલા જવાબમા તે જ સંખ્યા ઉમેરવી એટલે કે
2500+50=2550. હવે આવેલા જવાબને 2 વડે ભાગતા જે જવાબ આવે તે આપણા પ્રશ્નનો
જવાબ.એટલે કે 2550/2=1275.

2.) 21+22+23+……..+74 = __________.

પ્રથમ 1 થી 74 નો  સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-2775.ત્યારબાદ 1 થી 20 નો ઉપરની રીતે સવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે-210. હવે આપણે 21 થી 74 નો સરવાળો કરવાનો છે.તેથી 1 થી 74 માંથી આવેલા જવાબમાંથી 1 થી 20 નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
2775-210=2565.
આથી 21+22+23+……..+74 = 2565.  છે ને કમાલની વાત ?

CCC Question Bank with Answer in Gujarati...click here

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો