ધો.૯ માટે પ્રખરતા શોધ કસોટી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્વારા લેવાતી
પ્રખરતા શોધ કસોટી આગામી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં લેવામાં આવશે. શિક્ષણ
બોર્ડ દ્વારા તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી-૨૦૧૪ દરમિયાન પ્રખરતા શોધ કસોટી માટે
તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૯ના ગણિત,
વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી એમ પાંચ વિષય
માટે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવે છે.ગુજરાતીઓ આનંદો ! ભરૂચનાં જૈનિશ પટેલે મેથેમેટિક્સ મેમરીમાં નામાંકન મેળવ્યું ગિનિઝબુકમાં
કહેવાય છે કે ગુજરાતીઓનાં હાથમાં સરસ્વતીનો વાસ હોય છે, માટે જ ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં જ્યાં જાય ત્યાં અઢળક સફળતાઓ મેળવે છે. એનું તાજું જ ઉદાહરણ છે ભરૂચનો એમ.ઇનો વિદ્યાર્થી જૈનિશ પટેલ.ભરૂચના એમ.ઇના વિદ્યાર્થી જૈનિશ પટેલે મેથેમેટિકસ મેમરી માટે ગિનિઝ બુકમાં નામાંકન મેળવી ગુજરાતનું નામ ઉજજવળ કર્યું છે.
ગણિતની ગણતરીઓમાં સામાન્ય વ્યકિતને જયાં લાંબો સમય લાગે ત્યાં માત્ર ગણતરીની સેકન્ડમાં જ કરોડો અને અબજોની અટપટી ગણતરીના જવાબ ગણતરીની ક્ષણોમાં આપી ભરૂચના જૈનિશ પટેલે વિશ્વમાં શ્રેષ્ઠ એવા ગિનિઝબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાનું નામાંકન મેળવ્યું છે.
24 વર્ષિય જૈનિશ અર્જુનભાઇ પટેલ ભરૂચના શકિતનાથ વિસ્તારમાં નારાયણ એસ્ટેટ ખાતે રહે છે.જૈનિશે નારાયણ વિદ્યાલયમાંથી એસ.એસ.સી.પાસ કરી નર્મદા સ્કૂલ, જીએનએફસીમાં ધોરણ-૧૨ સાયન્સ પૂર્ણ કર્યું હતું. બી.ઇ.ડિસ્ટ્રીંકશ સાથે પૂર્ણ કર્યા બાદ હાલ જૈનિશ એમ.ઇ. પાર્ટ-૧માં અભ્યાસ કરે છે. પસંદગીના વિષય ગણિતમાં કંઇક કરી બતાવવાની બળબળતી આગ તેનામાં હતી.અને કઠીન મહેનત બાદ તેણે ગણિતમાં મહારત મેળવી છે.આજે તે ગમે તેટલી મોટી રકમની ગણતરી હોય ગણતરીની પળોમાં કેલ્યુલેટરકે કોમ્પ્યુટરની મદદ વિના તે કરી બતાવે છે.સુપર બ્રેઇન ધરાવતો જૈનિશ એક લાખ સુધીની પુણવર્ગ સંખ્યા,૧ કરોડ સુધીની પૂર્ણધન સંખ્યા, ૧૦ કરોડ સુધીની પૂર્ણ ચતુર્માસ સંખ્યા અને એક અબજ સુધીની પૂર્ણ પંચમાંસ સંખ્યાની સેકંડોમાં ગણતરી કરીને જવાબ આપી દે છે.તેમાં પણ તે કોઇ ગણિતિક સાધનોનો ઉપયોગ કરતો નથી. જૈનિશ કહે છે કે તેની ગાણિતિક પદ્ધતિ સમાજને પ્રાયમરીથી કોલેજના શિક્ષણમાં,સિવિલ ઇલેકટ્રિકલ, કોમ્પ્યૂટર અને કેમિકલ એન્જિનીયરિંગના ક્ષેત્રે ઘણી ઉપયોગી થઇ શકે તેમ છે આ દરેક ગુજરાતીઓ માટે આનંદની વાત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો